પશુ ના ગોબર નું નિરીક્ષણ ભાગ 3 (વોશિંગ મેનયોર)



ડેરી ફાર્મ માં પશુ પાલકો પશુ ના ખોરાક પર તો પૂરતું ધ્યાન આપે છે. વધુ દૂધ આપતા પશુ ને વધુ દાણ અને ઓછું દૂધ આપનાર પશુ ને ઓછું દાણ.
દાણ માં પણ પશુપાલક ગણી ચોકસાઈ રાખતા હોય છે. જેવી કે કઈ કંપની નું દાણ સારું, વાછરડી માટે કયું સારું, અને દૂધાળ પશુ માટે કયું સારું, ગાય માટે કયું સારું, ભેંશ માટે કયું સારું,  તૈયાર લાવવું સારું કે જાતે બનવું સારું, મકાઈ ભરડો જાતે બનાવો કે તૈયાર લાવવો વગેરે વગેરે

પણ શું એ ખોરાક ખરેખર પશુ ના શરીર માં પાચન થાય છે? એ જાણવું હોય તો શું કરવું ? આ માટે એકજ ઉપાય છે. દરેક પશુપાલકે દરેક પશુ ના તાજા ગોબર ને એક ગરણી માં ધોવું જોઈએ

આ પ્રકિયા ને અંગ્રેજી માં વોશિંગ મેનયોર કહે છે.

વોશિંગ મેનયોર


આ પદ્દતિ ખુબજ સરળ છે. જેમાં પશુપાલકે દરેક પશુ દીઠ તાજા ગોબર માંથી એક કપ જેટલો ગોબર લઇ ને એક ગરણી માં લઇ નળ નીચે ધોવો જોઈએ.
આનાથી જે ભાગ પચી ગયો હશે તે ગળાઈને નીકળી જશે અને ના પચેલો ભાગ ગરણી માં રહી જશે.

આ પ્રક્રિયા થી તમને માલુમ થશે કે આપણે જે ખોરાક પશુ ને આપીયે છીએ એનું પાચન બરાબર થાય છે કે નહિ.

આ પ્રક્રિયા કરી ને નીચે આપેલા મુદ્દા પ્રમાણે રહી ગયેલા ગોબર ને ચકાશો

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEj3IUUji3n_tgFFuiYGHy7MpJQ5LE2djXPN-2isgoLwpoIJRdF1eJB711PgHJ05ypnvlbYWQlxXM-4csuO0Jtg2uPcaMdtZx8yZq4LDMChXs04z7EUsPTfX18BaJF63NwOGF4S7MunhrzIUaj1ynbYwzEEJztkQEqL4zvijx3B6th4u76PCj75L6Q_fWb2XTRZL83dchZycSlOiHXaT4OpXSiH22iGj6HKBVrVizpsr2HrM63A0JCo4=

  • જો બાજરી કે મકાઈ ના ટુકડા સફેદ સ્ટાર્ચ સાથે જોવા મળે તો તેનો મતલબ છે કે આ દાણા ખુબજ કઠણ છે. તો તેને વધારે પીસવાની જરૂર છે, જેથી તે પશુ ની હોજરી માં અને પછી નાના આંતરડા માં બરાબર પાચન થઇ શકે.
  • જો મકાઈ ના દાણા સાયલેજ માંથી આવતા હોય તો એનો અર્થ એ છે કે તમારું હાર્વેસ્ટર કે ચાફ કટર મકાઈ ના દાણા તોડતું નથી જેથી સાયલેજ માંથી મળતા અગત્યના દાણા નો બગાડ થઇ રહ્યો છે. બની શકે તો ચાફ કટર ની બ્લડે બદલો અને મકાઈ ના દાણા તૂટી જાય એવો બંદોબસ્ત કરો.
  • તેવીજ રીતે જો કપાસ કે સોયાબીન ના દાણા દેખાય તો સમજવું તમારા પશુ ને પૂરતું પ્રોટીન નથી મળી રહ્યું અને લાંબેગાળે પશુ ફરી ગાભણ થવા માં તકલીફ પડી શકે છે. તો દાણા બની શકે એટલા પીશો સોયાબીન કે પાપડી ને નાના ટુકડા કરી ને ખવડાવો

  • જો અડધા ઇંચ થી લાંબા ઘાસ ના ટુકડા જોવા મળે તો સમજવું કે તમે પશુ ને આપેલા ખોરાક માં લાંબા રેશા એટલે કે ઘાસ જે આપો છો એ વધુ પડતા બારીક થઇ ગયા છે જેના કારણે પશુ એને પૂરતું વાગોળ તું નથી અને ઝડપથી એને ગોબર સ્વરૂપે બહાર નીકાળી રહ્યું છે. આથી જે સમય પશુ ને ઘાસ પચવા જોઈએ તે મળી રહ્યો નથી. 
આમ જો આપડે 3 ભાગ માં જે પશુ ના ગોબર નું નિરીક્ષણ કેવી રીતે કરવું એ સમજ્યા અને જો આને એક આદત બનાવામાં આવે તો જરૂર પશુ નું સ્વસ્થ અને દૂધ ઉત્પાદન માં વધારો લાવી શકાય છે

સ્વસ્થ પશુ સ્વસ્થ દૂધ આપે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

9408931345

dabutala@gmail.com

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો