મિત્રો આપણે આગળના બ્લોગ માં વાછરડી ઉછેર ની મહત્વતા સમજ્યા, હવે જો વાછરડી ઉછેર કરવી હોય, તો તૈયારી વાછરડી જન્મે એ પહેલા કરવી પડે. અને એ માટે શું કરવું જોઈએ? અને શું ના કરવું જોઈએ!! તે આપણે સમજીયે
વાછરડી ના જન્મ પહેલા
કરવું જોઈએ
કરવું જોઈએ
- ગાભણ પશુ ને ઓછા માં ઓછું 60 દિવસ બાખડું રાખો.
- ગાભણ પશુ ના ખોરાક માં જરૂર મુજબ ફેરફારર કરો જેથી વિયાણ સમયે સમસ્યા ના થાય.
- વિટામિન A, D, E, અને B કોમ્પ્લેક્સ મળે એવા ખોરાક આપો
- સ્વાદિષ્ટ અને તાજા લીલા ઘાસ નો બંદોબસ્ત કરો
- જે પશુ નું વિયાણ નજીક હોય એનું દિવસ માં કમ સે કમ 2 વાર નિરીક્ષણ કરો
ના કરવું જોઈએ
- ગાભણ પશુ 45 દિવસ થી ઓછું બાખડું ના રહેવું જોઈએ
- ખોરાક માં પોટેશિયમ અને કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોવું જોઈએ
- વિયાણ ના 10 દિવસ પહેલા ગાભણ પશુ ને મુસાફરી ના કરાવી જોઈએ
- ગાભણ પશુ ને હીટ સ્ટ્રેસ એટલે કે ગરમી થી હાફ ના ચડવી જોઈએ
- અચાનક ખોરાક માં બદલાવ ના કરવો
- વિયાણ અલગ જગ્યા એ કરવું જોઈએ જેથી અન્ય પશુ ગાભણ પશુ ને હેરાન ના કરે
વાછરડી ના જન્મ ના દિવસે
કરવું જોઈએ
કરવું જોઈએ
- તાજા જન્મેલા વાછરડા ને એક સ્વચ્છ કપડાં થી સુકવી નાખવું
- સૂકી અને પોચી જગ્યા એ રાખો
- ગર્ભનાળ ને આયોડીન ના દ્વાવણ માં ડુબાડી દોરા થી બાંધીદો
- જન્મ સમય નું વજન માપો
- જન્મ ના 2 કલાક ની અંદર વજન ના 10 માં ભાગ નું ખીરું (પ્રથમ ઘટ્ટ દૂધ) થોડું થોડું કરી ને પીવડાવો
- વાછરડા ને ઠંડી ના લાગે એવી જગ્યા એ રાખો
ના કરવું જોઈએ
- તાજા જન્મેલા વાછરડા ને નાહળવું નહિ
- ખરાબ થઇ ગયેલું દૂધ આપવું નહિ.
- એક સાથે વધારે દૂધ આપવું નહિ
વિયાણ ના એક મહિના બાદ
કરવું જોઈએ
ના કરવું જોઈએ
કરવું જોઈએ
- વાછરડા ના વજન માં થતો વધારો માપો અને નિરીક્ષણ કરો
- દૂધ બોટલ માં આપો
- દૂધ ઉકાળીને ઠંડુ કાર્ય બાદ 37'C પતાપમાને આપો
- વાછરડા આગળ સ્વચ્છ પાણી અને દાણ હાજર રાખો જેથી મરજી મુજબ ખાઈ શકે
- હરવા ફરવા ની જરૂરી જગ્યા આપો
- દિવસ માં કમ સે કમ એક વાર હલન ચલણ કરવા મજબુર કરો.
- બીજા મહિના ના અંતે શીંગડા કાપવો
- વધુ પ્રોટીન નું પ્રમાણ ધરાવતા દાણ આપો
ના કરવું જોઈએ
- ખાવા માં અરુચિ બતાવતા વાછરડા ને અવગણવું જોઈએ નહિ
- વાછરડા ને અતિશય હવા ના પ્રવાહ વાળી જગ્યાએ ન રાખવું
- વાછરડા ને અતિશય ગરમી કે અતિશય ઠંડી માં ના જવાદો
- ધાવણ છોડવાની નજીક હોય એવા વાછરડા ની જગ્યા વારંવાર ના બદલો
- વાછરડા ની બેસવાની જગ્યા ભીની ના થવા દો
- મોટા પશુ ને ખાતા વધેલું વાછરડા ને ના આપો.
વધુ માહિતી માટે સંપર્ક કરો
9408931345
dabutala@gmail.com

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો