જાણો પશુ નું ગોબર નો કલર પશુ વિષે શું કહે છે? ભાગ-2

મિત્રો ભાગ 1 માં આપણે જાણ્યું કે કઈ રીતે પશુ ના ગોબર ને 5 સ્કોર પોઇન્ટ માં વિભાજીત કરી શકાય અને દરેક સ્કોર નો મતલબ અને તેના કારણો સમજ્યા.

આપણે એ પણ જાણ્યું કે કાયા સ્કોર નો ગોબર પશુ ની સારી હેલ્થ અને સંતુલિત આહાર દર્શાવે છે.

હવે ભાગ 2 માં આપણે જાણી શું કે ગોબર ના કલર નું નિરીક્ષણ આપણે શું માહિતી આપે છે.

1. પશુ ના ગોબર નો કલર.

પશુ ના ગોબર નો કલર મુખ્યત્યે ખોરાક ના પ્રકાર, પાચન તંત્ર માં પિત્ત ની માત્રા અને પાચન ના સમય પર આધાર રાખે છે.

ઘાટો લીલો કલર:-  દર્શાવે છે કે પશુ વધુ પડતા લીલા ચાર પર નભી  રહ્યું છે. અને દાણ નો અભાવ છે. લીલો ચારો પર્યાપ્ત માત્ર માં રોજ મળી રહે તો પશુ ના સ્વસ્થ માટે ખુબજ સારો છે. પરંતુ જો રોજ ના મળી રહેતો હોય અને લીલા ચાર ની ગુણવત્તા એક ધરી ના જળવાતી હોય તો પશુ ના દૂધ ઉત્પાદન માં વધારો ઘટાડો થતો રહે છે માટે માત્ર લીલા ચાર પાર નિર્ભર રહી ને ડેરી ફાર્મ ચાલવું મુશ્કિલ છે.  

કથ્થાઈ કલર :- દર્શાવે છે કે પશુ વધુ પડતા સૂકા ઘાસ પાર નભી રહ્યું છે. આથી ખોરાક માં વધુ સુપાચ્ય ઘટકો ની માત્રા ઓછી છે. આ પ્રકાર નો ખોરાક લાંબા સમય સુધી આપવા માં આવે તો પશુ નું વજન ઓછું થવા લાગે

સામાન્ય ભૂખરો પડતો કલર:- દર્શાવે છે કે પશુ ને દાણ ખુબ વધુ માત્રા માં જઈ રહ્યું છે. લાંબા સમયે પશુ ને એસીડીટી થઇ શકે અને દૂધ ના Fat SNF માં ઘટાડો થાય , વધુ લાંબા સમયે દૂધ ઉત્પાદન માં પણ ઘટાડો થાય અને પશુ ને બીજી બીમારી પણ આવી શકે

કાળો કલર :- દર્શાવે છે કે પશુ ની પાચન પ્રક્રિયા ખુબજ ધીમી ચાલી રહી છે. આનો મતલબ પશુ નો ખોરાક ખરાબ ગુણવત્તા વાળો હોઈ શકે. જેવોકે ફૂગ લાગેલા ઘાસ અને સૂકા ચારા લાંબા સમય સુશી આવો ખોરાક આપવાથી પશુ ની ભૂખ ઓછી થાય છે અને તે દૂધ ઉત્પાદન માં કંઈ લાવે છે

લાલાશ પડતો કલર
:- દર્શાવે છે કે પશુ ના નાના આંતરડા માં રક્ત સ્ત્રાવ થઇ રહ્યો છે જેનું કારણ અતિશય સૂકો ચારો કે કપાસ ની સાથી જેવો ચારો હોઈ શકે છે. આ પ્રકાર ની પરિસ્થિતિ ખુબજ ગંભીર કહી શકાય અને તાત્કાલીલ ધોરણે કોઈ સારા ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ

આછો લીલો :- દર્શાવે છે કે પશુ ને લીલો ચારો , સૂકો ચારો, દાણ અને પાણી જરૂરિયાત મુજબ મળી રહે છે

ફાર્મ માં જયારે પણ ગોબર નું નિરીક્ષણ કરીયે ત્યારે 10 માંથી ઓછા માં ઓછી 8 પશુ ના ગોબર નો કલર આછો લીલો હોવો જોઈએ જો 8 થી ઓછા પશુ હોય તેનો મતલબ તમારું રાશન બરાબર સંતુલિત નથી અને એ તમારા દૂધ ઉત્પાદન ને વધવા દેતું નથી.


વધુ માહિતી માટે સંપર્ક કરો

9408931345

dabutala@gmail.com

.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો