ભારત ના ડેરી ફાર્મિંગ માં ખેડૂતો પશુ ના ગોબર નો ઉપયોગ ખાતર તરીકે કરતા આવ્યા છે. પણ જો ડેરી ફાર્મ પર તાજા ગોબર નું નિયત સમયે નિરીક્ષણ કરવા માં આવે તો પશુ તથા પશુ ના ખોરાક પદ્ધતિ વિષે ગણી વસ્તુ જાણી શકાય છે. માટે નફો કમાવવા ડેરી ફાર્મ કર્યું હોય તો ગોબર મૂલ્યાંકન (ડંગ સ્કોરિંગ ) ને આદત બનાવી લો.
ગોબર મૂલ્યાંકન (ડંગ સ્કોરિંગ ) ના મુખ્યતે 3 પાસા છે. ભેજ અનુરુપ મૂલ્યાંકન, ગોબર માં આખા દાણ નું પ્રમાણ, ગોબર નો કલર
ગોબર મૂલ્યાંકન (ડંગ સ્કોરિંગ ) ના મુખ્યતે 3 પાસા છે. ભેજ અનુરુપ મૂલ્યાંકન, ગોબર માં આખા દાણ નું પ્રમાણ, ગોબર નો કલર
આ 3 બાબતો ને રોજિંદા નિરીક્ષણ કરી ને પશુ ના પોષણ વિષે ગણા અગત્યના ફીડબેક મેળવી શકાય છે.
આજે અપને અહીં ગોબર માં ભેજ ના પ્રમાણ અને એના કારણો પાર ચર્ચા કરીશું
1. ગોબર માં ભેજ મૂલ્યાંકન.
ગોબર ને તેમાં રહેલા ભેજ ના પ્રમાણે 5 પ્રકાર માં વહેંચી શકાય જેને 5 પોઇન્ટ સ્કોર સિસ્ટમ કહે છે.
સ્કોર 1 :-
સ્કોર 1 :-
આ પ્રકાર નું ગોબર ખુબજ પ્રવાહી સ્વરૂપ માં હોય છે. અને જે જમીન પર પડતાની સાથે વહેવા લાગે છે.
આ પ્રકાર નું ગોબર દર્શાવે છે કે પશુ ના આહાર માં પ્રોટીન અને કાર્બોદિત પદાર્થ વધુ પ્રમાણ માં છે. અથવા ખોરાક માં રેશા (ફાઈબર) નું પ્રમાણ ખુબજ ઓછું છે. પાચનતંત્ર માં વધુ પડતો યુરિયા થવાથી પશુ પાણી સીધું ગોબર સાથે બહાર કાઢી દે છે.
સ્કોર 2 :-
આ પ્રકાર નું ગોબર પણ મોટાભાગે પ્રવાહી સ્વરૂપ માં હોય છે પણ જમીન પાર પડતાજ વહેતુ નથી.
જમીન પર આ પ્રકાર ના ગોબર ની ઉંચાઈ 1 ઇંચ થી ઓછી હોય છે અને જયારે જમીન પાર પડે છે ત્યારે ઢગલો ના થઇ ફેલાઈ જાય છે.
જો ખોરાક માં વધુ પડતો લીલો ચારો જતો હોય ત્યારે પશુ આ પ્રકાર નું ગોબર કરે છે.
સ્કોર 3 :-
આ પ્રકાર ના ગોબર માં 65% થ 70% પાણી નો ભાગ હોય છે. જમીન પર પડ્યા બાદ બિલકુલ ફેલાતું નથી અને 1.5 થી 2 ઇંચ નો ઢગલો થાય છે.
તમામ દુધાળા પશુ માં ગોબર આ પ્રમાણે હોવો જોઈએ.
આ પ્રકાર નો ગોબર ત્યારે આવે જયારે પશુ ને સંપૂર્ણ સંતુલિત આહાર મળતું હોય.
સ્કોર 4 :-
આ પ્રકાર ના ગોબર માં પાણી નો ભાગ 50% ની આસ પાસ હોય છે. જમીન પાર પડ્ય બાદ 2ઇંચ કે તેથી વધુ ઊંચો ઢગલો કરે છે.
આ પ્રકાર ના ગોબર નો મતલબ છે કે પશુ ને નીચી ગુણવત્તા વાળા સૂકા ઘાસ આપવામાં આવી રહ્યા છે. મુખ્યત્યે વાછરડી માં અને બખાળા પશુ માં આવા ગોબર જોવા મળે છે. ખોરાક માં થોડોક પ્રોટીન નો વધારો કરવાથી આ ગોબર ને સુધારી શકાય છે.
સ્કોર 5:-
આ પ્રકાર ના ગોબર માં પાણી નો ભાગ 50% થી પણ ઓછઓ હોય છે. મોટાભાગે છુટા ગઠ્ઠા તરીકે જમીન પાર પડે છે.
આ પ્રકાર ના ગોબર નો મતલબ પશુ ને મોટા ભાગે ઘઉં નું ઉસેલ, ડાંગર નું ઘાસ કે કપાસ ના વધેલા છોડ ખવડાવા માં આવે છે. ગણી વાર પશુ ને પૂરતું પાણી મળતું ના હોય તો પણ આ પ્રકાર નું ગોબર જોવા મળે છે.
નિષ્કર્ષ
તો દરેક પશુ પલકે પોતાના ફાર્મ માં અઠવાડિયે એક વાર દરેક પશુ ના તાજા ગોબર નું નિરીક્ષણ કરી ને ખરોક પાણી માં જરૂર મુજબ નો બદલાવ કરતા રહેવું જોઈએ જો આપના ફાર્મ માં તમે 3 સ્કોર જાળવી રાખશો તો દૂધ ઉત્પાદન માં વધારો જોવ મળશે.
બાકીના મુદ્દા જેવાકે ગોબર માં આખા દાણા નું પ્રમાણ અને ગોબર નો કલર બાબતે માહિતી આવતા બ્લોગ ચર્ચા કરીશું
વધુ માહિતી માટે સંપર્ક કરો
9408931345
dabutala@gmail.com





Good information
જવાબ આપોકાઢી નાખોGood useful information.
જવાબ આપોકાઢી નાખોThank you
કાઢી નાખોVery useful information for farmer.
જવાબ આપોકાઢી નાખો