શું તમે જાણો છો શા માટે વાછરડી ઉછેર ગુજરાત ના પશુપાલકોની એક નબળી કડી છે? ગુજરાત ના પશુપાલકો માટે એક ઉત્તમ તક. (Weak link of Gujarat's Animal Husbandry)


ભારત દુનિયા માં દૂધ ઉત્પાદન માં પ્રથમ નંબર પર છે. એમાં પણ આપણા ગુજરાત નો ફાળો ખુબજ મહત્વ નો છે.

ગુજરાત દૂધ ઉત્પાદન માં હંમેશા ભારત ભર માં અગ્રેસર રહ્યું છે. પરંતુ ગાયો ની સારી ઓલાદ સુધારણા માં આપણું ગુજરાત મુખ્યત્વે પંજાબ કે કર્ણાટક ની એચ એફ ગાય ભર નિર્ભય રહીએ છીએ. 

ગુજરાત ના બાયડ ખાતે આવેલા ગયો નાં માર્કેટ નાં એક સર્વે મુજબ ગુજરાત માં વર્ષે ઓછા માં ઓછી ૬૦૦૦-૭૦૦૦ ગયો બહાર નાં રાજ્યો માંથી આવે છે. અને આ ક્રમ લગભગ પાછલા ૧૦ વર્ષ થી ચાલી રહ્યો છે. આનો સીધો મતલબ એ થાય છે કે ગુજરાત ના ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાની વાછરડી ઉછેર માં ભૂલ કરી રહ્યા છે. 

જો ગુજરાત નાં ખેડૂતો એ પોતાના પશુપાલન વવ્યાસાય ને હજુ મજબૂત બનાવવો હશે તો વાછરડી ઉછેર પર ધ્યાન આપવું જ પડશે. આ સિવાય ગુજરાત ના તમામ દૂધ ઉત્પાદક  ડેરી એ આ વાત પર નક્કર પગલાં લેવા પડશે. 

અમૂલ ડેરી, અને બનાસ ડેરી એ આ બાબતે વાછરડી અને પાડી ઉછેર કેન્દ્ર ચાલુ કરી પહેલ કરી છે. પણ હજુ નક્કર પગલાં ભરવાની જરૂર છે. 

વાછરડી ઉછેર કેન્દ્રો આવનાર સમય માટે સારી ઓલાદ ની વાછરડી ઉછેરી પ્રતિ પશુ દૂધ ઉત્પાદન માં વધારો અને ઉત્પાદન કિંમત માં ઘટાડો લાવી શકાશે. અને ખેડૂત માંટે આવક ની એક નવી તક ઊભી કરશે. 

હાલમાં ભારત ના મોટા ભાગના રાજ્યો ગયો માટે મોટાભાગે પંજાબ કર્ણાટક અને તમિલનાડુ પર આધાર રાખે છે. 

પંજાબ ની ગાયો ઊંચી ઓલાદ ની હોવાથી રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય છે. અને ફૂટ એન્ડ માઉથ રોગ હોવા નાં પણ શક્યતા હોય છે.

જ્યારે કર્ણાટક અને તમિલનાડુ ની ગયો માટે ગુજરાતનું વાતાવણ માફક આવવામાં વધુ તકલીફ પડે છે. ઘણીવાર એ ગયો ને ગુજરાત ના ઉનાળાની ગરમી અને ચોમાસા નો બાફ જીવલેણ સાબિત થાય છે. 

એ સિવાય પંજાબ અને કર્ણાટક થી પશુ નો ટ્રાન્સપોર્ટ ખર્ચ અનુક્રમે ૩૦૦૦ રૂ અને ૬૦૦૦ રૂ પ્રતિ પશુ હોય છે. અને ટ્રાન્સપોર્ટ દરમિયાન પશુ નાં જીવ નું જોખમ તો ખરું. એ સિવાય પશુ નાં ટ્રાન્સપોર્ટ દરમિયાન ગૌરક્ષો ની સતામણી નો ડર પણ રહે છે. 

આવી પરસ્થિતિમાં માં ગુજરાત ની ગાયોની માંગ જોતા ગુજરાત માં વાછરડી ઉછેર એક ફાયદા નો સોદો બની રહે છે. જો ગુજરાત નાં ખેડૂત વાછરડી ઉછેર ને એક વ્યવસાય તરીકે લઈ ને કામ કરે તો ગુજરાત પોતાની માંગ માટે સ્વનિર્ભર બની શકે છે અને ભવિષ્ય માં નજીક નાં રાજ્યો ને પણ ગાયો વેચી શકે છે. 

વાછરડી ઉછેર માટે નાબાર્ડ બેંક ૨૦ પશુ સુધી ધિરાણ પણ આપે છે. 

પરંતુ વાછરડી ઉછેર માં રોજેરોજ કશું ઉત્પાદન નાં હોવાથી નફા નુકશાન ગણત્રી કરવી મુશ્કેલ રહે છે. 

આ માટે વાછરડી ઉછેર કેન્દ્ર ની સફળતા માટે અમુક સુચકો હોય છે જેના પર હવે પછીના બ્લોગ પર ચર્ચા કરીશું. 








ટિપ્પણીઓ