પાણી, પશુપાલન નું એક ખુબજ અગત્યનું છતાં સૌથી વધુ અવગણાયેલ પાસું, (Importance of Water in Cattle Nutrition)



ધરતી પર કોઈપણ જીવ ની 3 મુખ્ય જરૂરત માં હવા, પાણી અને ખોરાક ની ગણતરી કરી શકાય. એટલે કે પાણી હવા બાદ બીજા ક્રમ પર આવે છે. આપણા દેશ માં પશુપાલન નો મુખ્ય ઉદ્દેશ જ દૂધ ઉત્પાદન છે. અને દૂધ માં 86% પાણી હોય છે. આથી પશુપાલન માં પાણી નું મહત્વ ખુબજ છે. ગુજરાત માં મોટાભાગ ના પશુપાલકો પશુ ને દિવસ દરમિયાન એક જ જગ્યા એ બાંધી ને રાખે છે અને પાણી પીવા માટે દર અમુક કલાકે પશુ ને હવાડા સુધી લઇ જાય છે. આપણને સંતોષ પણ થાય છે કે પશુ ને પાણી પીવડાવી દીધું, પરંતુ એ વાત નું ધ્યાન કોઈ રાખતું નથી કે પશુ એ પૂરતું પાણી પીધું કે નઈ. આથી પશુપાલન માં પાણી ના મહત્વ પર વાત કરવી ખુબજ અગત્ય ની બની જાય છે.

ગણા પશુપાલકો એ પશુ ને માટે પાણી ની કુંડી બનાવી હોય છે જેમાં પશુ ની ઈચ્છા થાય ત્યારે પશુ પાણી પી શકે છે. પરંતુ જયારે પશુપાલન માં પાણી ની વાત કારિયા ત્યારે પાણી વિષે 2 મુદ્દા ધ્યાન માં રાખવા અગત્ય ના બની જાય છે.

1. પાણી ની માત્રા.

જેમ કે આપણે વાત કરી કે દૂધ 86% પાણી છે. માટે એમ કહી શકાય કે દૂધ ઉત્પાદન ને  પશુ એ પીધેલા પાણી સાથે સીધો સબંધ છે.

પાણી નું મહત્વ શું છે ?
> ખોરાક ના પાચન માટે,
>ખોરાક ને વાગોળવા માટે,
>લોહી નું પરિભ્રમણ બરાબર ચલાવવા,
>શરીર ની માંસ પેશી ની કાર્યક્ષમતા,
>શરીર નું તાપમાન જાળવવા

જેવા અગત્ય ના કામ માટે ખુબજ જરૂરી છે.

એક પુક્ત વય ની ગાય 450 થી 500 કિલોગ્રામ ની હોય છે જેને લગભગ દિવસ દરમિયાન 80 થી 120 લિટર પાણી ની ખપત રહે છે. આ સિવાય ખોરાક જોડે જે પાણી આવે એ  અલગ.

પાણી ની માત્રા માં થોડો ઘટાડો પશુ ની ખોરાકઃ ખાવાની ઈચ્છા ઘટાડી દે છે, અને દૂધ ઉત્પાદન માં એ 10% થી 15% સુધી નો ઘટાડો નોતરી શકે છે.

જેથી પશુ માટે પાણી ની યોગ્ય જોગવાઈ કરવી અનિવાર્ય છે.


2 પાણીની ગુણવત્તા

આપણે વાત કરી તેમ હવે ઘણા પશુપાલકો પાણી નું મહત્વ સમજી પશુ ને 24 કલાક પાણી મળી રહે એવી જોગવાઈ કરી દે છે. પણ એ હવાડા બરાબર સાફ થયા કે નઈ એની તકેદારી લેવાની ભૂલી જતા હોય છે. આથી પાણી ની બરાબર માત્રા પશુ પીવે એના માટે પાણી ની ગુણવત્તા પણ ખુબજ અગત્ય ની છે.

પાણી ની ગુણવત્તા કેવી હોવી જોઈએ ?
પશુ ને પીવાનું પાણી
>ચોખ્ખું,
>દુર્ગંધ  રહિત,
>પારદર્શક,
>લિલ બજ્યા વગરનું,
>કોઈપણ પ્રકારના બેક્ટેરિયા  વગરનું,
>22 થી 27 ડિગ્રી તાપમાન વાળું,
>સ્વાદે મીઠું ,
>TDS  350 થી 700 ની વચ્ચે હોવા જોઈએ.


પશુ વધારે પાણી પીવે એ માટે શું કરવું જોઈએ ?

>દર 20 પશુ દીઠ એક પાણી નો હવાડો રાખવો જોઈએ।
>હવાડામાં  પાણી નું લેવલ ઓછામાંઓછુ 5 ઇંચ હોવું જોઈએ અને હવાડો જાતે પાણી થી ભરાતો રહેવો જોઈએ
>દરરોજ હવાડા માંથી જૂનું પાણી કાઢી બ્રશ થી હવાડો સાફ કરવો જોઈએ
>હવાડો સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવો જોઈએ
>મહીને કે દર પંદર દિવસે હવાડા ને ચુના થી રંગાવો જોઈએ
>પાણી નું તાપમાન 25 ડિગ્રી ની આસપાસ રહે એની જોગવાઈ કરવી જોઈએ
>હવાડા ની બનાવટ એવી હોવી જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઇ શકે.
>હવાડો પશુ ની રહેવાની જગ્યા એ થી નજીક હોવો જોઈએ
> પશુ જયારે પાણી પીવા ઈચ્છે ત્યરે પી શકે એવી જોગવાઈ હોવી જોઈએ
>જો શક્ય હોય તો દાણ ને પાણી માં પલાળી ને આપવું જોઈએ

કઈ રીતે જાણશો કે તમારું પશુ પૂરતું પાણી પીવે છે કે નહિ ?

>પશુ ના પેશાબનો રંગ આછો પીળો હોવો જોઈએ, ગાઢો પીળો રંગ એ ઓછા પાણી ની નિશાની છે.
>પશુ નું ગોબર માં પાણી ની માત્રા 70% હોવી જોઈએ
>પશુ ની ગળા ના ભાગની ચામડી ખેંચતા જો થોડી વારે સીધી થાય તો સમજવું પશુ ના શરીર માં પૂરતું પાણી નથી.
>પશુ ની આંખ અને નાક ના ભાગ ને બરાબર નિરીક્ષણ કરી ને પણ જાણી શકાય છે કે પશુ પૂરતું પાણી પીવે છે કે નહિ 

વધુ માહિતી માટે ઇમેઇલ કરો dabutala@gmail.com

ટિપ્પણીઓ