ભારત ભર માં પશુ પાલકો હવે મકાઈ સાયલેજ અપનાવતા થઇ ગયા છે, અને ગુજરાત ના પશુપાલકો પણ એમાં પાછળ નથી. મકાઈ સાયલેજ ને ફીડ તરીકે વાપરવાના ઘણાં ફાયદા છે. સાથે સાથે પશુ પણ સાયલેજ ખાય છે.
ગુજરાત અને ભારત માં ડેરી ફાર્મિંગ ની પદ્ધતિ હવે બદલાઈ રહી છે, અને એના કારણે દરરોજ એક ધારું લીલું ઘાસ પશુઓ ને પૂરું પડવું અઘરું થી રહી છે.
પશુ ને લીલું ઘાસ ખવડાવણના ઘણાં ફાયદા છે પરંતુ બારેમાસ એક સરખી ગુણવતા વાળું લીલું ઘાસ પશુ ને પુરુર પડવું પણ મુશ્કેલ છે. લીલા ઘાસ ના ડ્રાય મેટર માં થતો વધારો ઘટાડો દૂધ ઉત્પાદન પર વિપરીત અસરો કરી શકે છે. જેથી વધુ ને વધુ ખેડૂતો હવે સાયલેજ તરફ વળી રહ્યા છે.
ઘણાં પશુપાલકો જાણતા હશે કે સાયલેજ બનાવની પદ્ધતિ એ ઘાસ ને હવા ની ઘેર હાજરીમા આથવણ ની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા મોટા પાયે કરવી જેટલી દેખાય છે એટલી સરળ નથી.
તો ઉચ્ચ ગુણવત્તા નું સાયલેજ બનાવવા કાયા કાયા મુદ્દા ધ્યાન માં રાખવા જોઈએ?
1. ઘાસ ની લણણી.
મોટાભાગે ભારત માં ઘાસ ની લણણી નો સમય ખેતમજૂરો ની હાજરી કે હાર્વેસ્ટર ની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. દુર્ભાગ્યતા વશ ભારત માં ઘઉં ના હાર્વેસ્ટર તો ગાન છે પણ ઘાસ ની લણણી માટે ના હાર્વેસ્ટર ભાડે મળતા નથી, મળે તો આપણા સમયે મળતા નથી. બીજું ભારત ના ખેતરો ના કદ પણ મકાઈ ઘાસ ના હાર્વેસ્ટર માટે યોગ્ય નથી. એ સિવાય ભારત માં ભારત ના ખેતરો ના કદ મુજબ ના હાર્વેસ્ટર ના નિર્માતા પણ ખુબ ઓછા છે.
આ બધી મુશ્કેલી વચ્ચે સાયલેજ ની ગુણવત્તા જાળવવા નીચે ના મુદ્દા ધ્યાન માં રાખવા કુબ્જ જરૂરી છે.
i ) લણણી વાવણી ના 100 થી 120 દિવસ ની વચ્ચે થવી જોઈએ
ii )સાયલેજ મકાઈ ના ડોડા સાથે બનાવવું જોઈએ
iii )મકાઈ ના ડોડા માં દુધિયા દાણા હોવા જોઈએ
iv )મકાઈ ઘસસ માં ભેજ નું પ્રમાણ 68% થી 72% વચ્ચે હોવું જોઈએ.
2. ઘાસ ની કટિંગ ની લંબાઈ.
એકસમાન ગુણવત્તા વાળું સાયલેજ બનાવવા માટે ઘાસ ના ટુકડા ની લંબાઈ એક સમાન હોવી જોઈએ. સારી ગુણવત્તા માટે ઘાસ ના ટુકડા 2ઇંચ થી 4 ઇંચ ના હોવા જોઈએ . અનિયમિત ટુકડા ની લંબાઈ ના કારણે સાયલેજ ના ખાડા માં હવા રહી જવાની સંભાવના છે જેથી આથવણ ની પ્રક્રિયા બગાડી શકે છે અને સાયલેજ માં ફૂગ નો ઉપદ્રવ વધે જેનાથી સાયલેજ નો બગાડ વધે છે.
3. સાયલેજ બનાવનના ખાડા નું માપ.
સાયલેજ બનવાનો એક મુખ્ય નિયમ એ છે કે એક સાયલેજ બનવાનો ખાડો ભરાતાં મહત્તમ 3 દિવસ નો સમય લાગવો જોઈએ. જેથી ઘાસ કાપવાની ક્ષમતા અને ખાડા નું માપ એક બીજા ના સીધા પ્રમાણ માં હોય છે.
બીજી રીતે કહીયે તો..
i ) જો તમે રોજ નું 100 મેટ્રિક ટન ઘાસ કાપી શકો તો તમારા ખાડા નું માપ મહત્તમ 300 મેટ્રિક ટન ઘાસ સમાય એટલું હોવું જોઈએ
અથવા
ii) જો તમારા સાયલેજ બનાવના ખાડા ક્ષમતા 500 મેટ્રિક ટન ની હોય તો તમારા હાર્વેસ્ટર ની ક્ષમતા 166 મેટ્રિક ટન (500 ટન / 3 દિવસ ) હોવી જોઈએ.
ગુજરાત માં ઘણી જગ્યા એ સાયલેજ ના ખાડા ભરાતા 15 દિવસ થી વધુ થતા હોય છે. આવું કરવાથી માત્ર ને માત્ર સાયલેજ નો બગાડ વધે છે અને સાયલેજ ની ગુણવત્તા પણ બગડે છે.
4. સાયલેજ કઈ રીતે દબાવવું?
સાયલેજ ને દબાવાની જરૂરિયાત સાયલેજ માં હવા (ઓક્સિજન) ની હાજરી ના રહે એ માટે જરૂરી છે. સાયલેજ જેટલું વધુ દબાયેલું હોય સાયલેજ ની ગુણવત્તા એટલીજ સારી બને. સારા માં સારી ગુણવત્તા માટે પ્રતિ ઘન મીટર જગ્યા માં 750 થી 800 કિલોગ્રામ વજન આવાવું જોઈએ. જો સાયલેજ નું દબાણ બરાબર ના હોય તો ફૂગ અને બીજા ખરાબ જીવાણુ નો ઉપદ્રવ વધે છે અને સાયલેજ નો બગાડ વધે છે.
સારી ગુણવત્તા માટે લણણી સમયે લીલા ઘાસ માં ભેજ નું પ્રમાણ 65% થી 70 % હોવું જોઈએ. 65% થી ઓછો ભેજ વાળું લીલું ઘાસ બરાબર દબાવી શકાતું નથી. અને 70% થી વધુ ભેજ હોય તો લીલા ઘાસ નો બગાડ વધે છે.
સાથે સાથે સાયલેજ ના બરાબર દબાણ માટે ટ્રેક્ટર જેવા સાધનો વાપરવા જોઈએ, બની શકે તો ટ્રેક્ટર પાર વજન પણ લગાવવું જોઈએ, સાયલેજ નો ખાડો દર 2 ફૂટ લીલું ઘાસ ભરાયા બાદ સાયલેજ દબાવાની પ્રક્રિયા કરવી જોઈએ.
5. સાયલેજ ને કઈ રીતે ઢાંકવું ?
સાયલેજ ઢાંકવું દેખાય છે એટલું સરળ નથી. સાયલેજ ને ઢાંકતી વખતે નીચેના મુદ્દા ધ્યાન માં રાખો.
(a) સાયલેજ ઢાંકવા માટે સફેદ કલર નું પ્લાસ્ટિક પસંદ કરો. સાયલેજ ને સફેદ કલર ના પ્લાસ્ટિક થી ઢાંકવા થી સાયલેજ અંદર નું તાપમાન નીચું રહે છે. જેથી સાયલેજ ની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
(b)સાયલેજ ને માત્ર ઉપરથી ના ઢાંકતા નીચે અને આજુબાજુ થી પણ પ્લાસ્ટિક પાથરી ઢાંકો।
(c)સાયલેજ ના સ્તર એક સમાન અને સમતલ હોવા જોઈએ, ઉબડ ખાબડ સ્તર રહી જવાથી વરસાદ સમયે પાણી ભરવાની સંભાવના રહે છે, જે સાયલેજ નો બગાડ કરી શકે છે.
(d)સાયલેજ ઢાંકવાનું પ્લાસ્ટિક છિદ્રો વગરનું અને સારી ગુણવત્તા નું હોવી જોઈએ.
(e)ઢાંકવા ના પ્લાસ્ટિક માં જ્યાં સાંધો આવતો હોય એવી જગ્યા એ ઓછા માં ઓછું 1.5 મીટર પ્લાસ્ટિક એકબીજા પર આવે એવી રીતે પ્લાસ્ટિક પાથરવું.
(f)સાયલેજ ને ઢાંક્યા બાદ તેની સપાટી પર કાપેલા ટાયર મૂકી ક્યાંય પણ હવા કે પાણી જઈ ના શકે એવી કાળજી લેવી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો