વાછરડી ઉછેર એક સફળ ડેરી ફાર્મ નો એક મહત્ત્વ નો પાયો. સફળ વાછરડી ઉછેર ના સૂચકો જે દરેક ખેડૂતે આત્મસાત કરી લેવા જોઈએ.




મોટાભાગે ખેડૂતો નું માનવું હોય છે કે વધુ દૂધ એટલે વધુ નફો અને વધુ દૂધ માટે વધુ પશુ પાળવા પડે. પણ ડેરી ફાર્મ કે તબેલા ની સફળતા તેના દુધાળા પશુ ની સંખ્યા પર નહિ, ડેરી ફાર્મ માં પ્રતિ પશુ દૂધ કેટલું છે એના પર રહેલી હોય છે. અને પ્રતિ પશુ વધુ દૂધ ઉત્પાદન લેવા પશુ ની આનુવાંશિક ક્ષમતા પર રહેલી હોય છે. પશુ ની આનુવંશિક ક્ષમતા એટલેકે પેઢી દર પેઢી નવા આવનાર પશુ ની દૂધ ઉત્પાદન ક્ષમતા વધાવી જોઈએ.

આનો મતલબ એ થાય કે આપના ફાર્મ માં જો આ વર્ષે પ્રથમ વેતર ના પશુઓએ સરેરાશ 4000 લીટર દૂધ આપ્યું હોય તો આવનારા 2 વર્ષ બાદ નવા પશુ જે પ્રથમ વેતર માં આવે છે. તેમના વેતર નું શરેરાશ દૂધ ઉત્પાદન 4000 લિટર કરતા વધારે હોવું જ જોઈએ. જેથી ઓછા પશુ એ એક સમાન દૂધ ઉત્પાદન જાળવી શકાય, અને તેથીજ  પશુપાલકે આવનારા સમય માટે જાતેજ પશુ તૈયાર કરવા જોઈએ.

મોટાભાગે ખેડૂતો નું માનવું એવું હોય છે કે પશુ આનુવાંશિક ક્ષમતા વધારવા માટે  હાલ ના પશુ ને જાતવાન પશુ ના વીર્ય નું બીજદાન કરાવવ થી નવી વાછરડી આવે તેની દૂધ ઉત્પાદન ક્ષમતા સુધારી જાય, પણ આટલું કરવાથી કામ પૂરું થતું નથી ઉંચી જાત ની વાછરડી જન્મ્યા બાદ તેનો ઉચ્છેર પણ તેની દૂધ ઉત્પાદન ની ક્ષમતા બનાવવા માં એટલોજ મહત્વ નો ભાગ ભજવે છે.

વળી વાછરડી ની માવજત એ દુધાળા પશુ ની માવજત કરતા થોડો જટિલ વિષય છે. કેમકે દુધાળા પશુ માં રોજના દૂધ ઉત્પાદન એ આપણી માવજત નું સૂચક છે. સારી માવજત મતલબ એકધારું દૂધ ઉત્પાદન અને ખરાબ માવજત એટલે સતત ઘટતું વધતું દૂધ ઉત્પાદન, જયારે વાછરડી ઉચ્છેર માં કઈ રીતે જાણી શકાય કે આપણી માવજત બરાબર છે કે નહિ. જેથી વાછરડી ના ઉછેર ના સૂચકો જાણવા જરૂરી છે.

સફળ વાછરડી ઉછેર ના સૂચકો.

(1) વાછરડી નો મૃત્યુ દર.:- 

સફળ વાછરડી ઉછેર માટે અલગ અલગ ઉમર ના જૂથ માં મૃત્યુ દર નીચે બતાવેલ ટેબલ નુજબ હોવો જોઈએ.


(2)વાછરડી ની વસ્તી માં અતિસાર નું પ્રમાણ.
નાની વાછરડી ના મૃત્ય નું એક મોટું કારણ અતિસાર (ઝાડા) છે. અતિસાર ના કારણે દરેક ખેડૂત ના ત્યાં દર વર્ષે ગણી વાછરડી મારતી હોય છે. તેથી વાછરડીઓ માં અતિસાર ના કેશ નું પ્રમાણ હંમેશા ધ્યાન માં રાખવું જોઈએ.





(3)વાછરડી ની વસ્તી માં ન્યુમોનિયા નું પ્રમાણ.  
અતિસાર ની સાથે શ્વાસ ને લગતા રોગ જેવા કે ન્યુમોનિયા પણ વાછરડી ના મૃત્યુ નું એક મોટો કારણ છે. અને તેના ધ્યાન માં રાખવા લાયક સૂચકો નીચે મુજબ છે.





(4)શરેરાશ દૈનિક વજન માં વધારો.
દૂધાળું ગાય ની વાછરડી એક વર્ષ માં 260 થી 280 કિલોગ્રામ વજનની થઇ જવી જોઈએ જેથી બને એટલું જલ્દી એને દૂધ ઉત્પાદન માં લઇ શકાય. એ સિવાય દૈનિક વજન માં વધારો એ પણ ખુબ મહત્વ નો સૂચકાંક છે જે બતાવે છે કે આપણું રાશન બેલેન્સ બરાબર છે કે નહિ. એચ એફ વાછરડી માં શરેરાશ દૈનિક વજન નું સૂચક નીચે પ્રમાણે છે.


(5)અન્ય મહત્વ ના મુદ્દા.

ઉપર ના 4 મુદ્દા ઉપરાંત બીજા અમુક અગત્ય ના મુદ્દા છે જેને દરેક પશુપાલકો એ ધ્યાન માં લેવા જોઈએ. જેને નીચે ના ટેબલ મા આપ્યા છે.

 
આમ જો ઈમ્પોર્ટેડ બુલ ના સેમેન ડોઝ ની સાથે બીજા કેટલાક પરિમાણો ધ્યાન માં લેવા માં આવે તો આવનારી પશુ ની પેઢી વધુ ઉન્નત બનાવી શકાય અને દૂધ ઉત્પાદન ની કિંમત માં ગટાડો કરી શકાય.

તમારા વાછરડી ઉછેર ને લગતા કોઈ પ્રશ્નો કે ચોખવટ જોઈતી હોય તો dabutala@gmail.com  મેલ કરી શકો છો.




ટિપ્પણીઓ